તા ૧ /૬ /૨૦૧૫ના રોજથી અમલમાં આવતા ઇન્કમટેક્ષ એકટ, ૧૯૬૧ના
એમેન્ડમેન્ટ સેકશન ૧૯૪-એની જોગવાઈ મુજબ ડીપોઝીટ ઉપર મળતા વ્યાજ અંગે ટી.ડી.એસ. કપાત થવા
અંગે નીચે જણાવ્યા પ્રમાણેની માહિતી ધ્યાનમાં લેવી.
- જેઓ બેન્કના નોમીનલ સભાસદ, શેર
હોલ્ડર્ તથા અન્ય તમામ ગ્રાહકોએ મુકેલ ડીપોઝીટ ઉપ મળવાપાત્ર વ્યાજ આવક નાણાકીય વર્ષ દરમ્યાન
રૂપીયા ૧૦,૦૦૦/- કે તેથી વધુ થતી હોય ( બેન્કની તમામ શાખાઓમાં મુકાયેલ હોય તે સહીત) તો તેના
ઉપર ટી.ડી.એસ. કપાત થશે. જેથી તેવા ખાતેદારોએ તાત્કાલિક લાગુ પડતું હોય તો ૧૫જી એચ રજુ કરી
જવું જેથી ટી.ડી.એસ. મુક્તી મળશે.
- ઉપરોક્ત ડીપોઝીટની મળવાપાત્ર
વ્યાજમાં રીકરીંગ ડીપોઝીટના વ્યાજનો પણ સમાવેશ થવા પાત્ર છે.
- જે ડ્રીપોઝીટરની આવક રૂપિયા
૧૦,૦૦૦/- કે તેથી ઓછી થતી હોય તેના ઉપર ટી.ડી.એસ. ની રકમ કપટ થશે નહી, પરંતુ તેવા ડીપોઝીટરે
બેન્કની તમામ શાખાઓમાં મુકેલ ડીપોઝીટનું વ્યાજ રૂપિયા ૧૦,૦૦૦/- કે તેથી વધુ થતું હશે તેવા
ડીપોઝીટરની વ્યાજની આવક ઉપર ટી.ડી.એસ. કપાત કરવામાં આવશે.
- જેથી તમામ ડીપોઝીટરો ને સુચના
આપવામાં આવે છે કે ઇન્કમટેક્ષના કાયદા અનુસાર જે ખાતેદારો ઇન્કમટેક્ષ ભરવાપાત્ર આવક ધરાવતા
ન હોય તે ખાતેદારો ૧૫જી/એચ તાત્કાલિક બેન્કમાં વિગતવાર જમા કરાવવા વિનંતી છે.
નોંધ : નમુનાનાં ૧૫/જી તથા ૧૫/એચ ફોર્મ બેન્કની મુખ્ય ઓફીસ તથા શાખાઓમાંથી બેન્કના કામકાજના
દિવસો દરમ્યાન મળી રહેશે.
બોર્ડ ઓફ ડીરેક્ટર્સના હુકમથી.
આર. કે. બ્રહ્મભટ્ટ.
જનરલ મેનેજર.