સભાસદો તથા ગ્રાહકોની સેવામાં સલામતી સાથે પ્રગતિ ના ૭૫ વર્ષ પૂર્ણ કરી ૭૬ વર્ષ માં મંગલ પ્રવેશ ।। ૧૦૦ કરોડ ઉપરાંત ની ડીપોઝીટ ધરાવતી સહકારી બેંક

Estd. 1947

AN ISO 9001:2008 Quality Management System Certified Bank

Website Updated On :

17-05-2024

તા ૧/૬/૨૦૧૫ના રોજથી અમલમાં આવતા ઇન્કમટેક્ષ એક્ટ, ૧૯૬૧ના એમેન્ડમેન્ટ સેકશન ૧૯૪-એની જોગવાઈ મુજબ ડીપોઝીટ ઉપર મળતા વ્યાજ અંગે ટી.ડી.એસ. કપાત થવા અંગે નીચે જણાવ્યા પ્રમાણેની માહિતી ધ્યાનમાં લેવી.


૧. જેઓ બેન્કના નોમીનલ સભાસદ, શેર હોલ્ડર તથા અન્ય તમામ ગ્રાહકોએ મુકેલ ડીપોઝીટ ઉપર મળવાપાત્ર વ્યાજ આવક નાણાકીય વર્ષ દરમ્યાન રૂપીયા ૧૦,૦૦૦/- કે તેથી વધુ થતી હોય ( બેન્કની તમામ શાખાઓમાં મુકાયેલ હોય તે સહીત) તો તેના ઉપર ટી.ડી.એસ. કપાત થશે. જેથી તેવા ખાતેદારોએ તાત્કાલિક લાગુ પડતું હોય તો ૧૫જી/એચ રજુ કરી જવું, જેથી  ટી.ડી.એસ. મુક્તી મળશે.


૨. ઉપરોક્ત ડીપોઝીટની મળવાપાત્ર વ્યાજમાં રીકરીંગ ડીપોઝીટના વ્યાજનો પણ સમાવેશ થવા પાત્ર છે.


૩. જે ડીપોઝીટરની આવક રૂપિયા ૧૦,૦૦૦/- કે તેથી ઓછી થતી હોય તેના ઉપર ટી.ડી.એસ. ની રકમ કપટ થશે નહી, પરંતુ તેવા ડીપોઝીટરે બેન્કની તમામ શાખાઓમાં મુકેલ ડીપોઝીટનું વ્યાજ રૂપિયા ૧૦,૦૦૦/- કે તેથી વધુ થતું હશે તેવા ડીપોઝીટરની વ્યાજની આવક ઉપર ટી.ડી.એસ. કપાત કરવામાં આવશે.


૪. જેથી તમામ ડીપોઝીટરો ને સુચના આપવામાં આવે છે કે ઇન્કમટેક્ષના કાયદા અનુસાર જે ખાતેદારો ઇન્કમટેક્ષ ભરવાપાત્ર આવક ધરાવતા ન હોય તે ખાતેદારો ૧૫જી/એચ તાત્કાલિક બેન્કમાં વિગતવાર જમા કરાવવા વિનંતી છે.


નોંધ : નમુનાનાં ૧૫/જી તથા ૧૫/એચ ફોર્મ બેન્કની મુખ્ય ઓફીસ તથા શાખાઓમાંથી બેન્કના કામકાજના દિવસો દરમ્યાન મળી રહેશે.

બોર્ડ ઓફ ડીરેકટરર્સના હુકમથી,

આર. કે. બ્રહ્મભટ્ટ,

જનરલ મેનેજર.

ડીપોઝીટ ધારક તથા સભાસદ જોગ સુચના